મોરબી : લોકો પોતાના સ્વજનની પુણ્યતીથી પર લોકોને જમાડી,બાળકોને બટુક ભોજન કરાવી અથવા કપડાં કે કોઈ પણ વસ્તુનું દાન કરી પુણ્યતીથી ઉજવતા હોય છે.એ જ રીતે હાંસલપરાં પરિવારે તેમના સ્વજનની પુણ્યતીથીએ મોરબીના વૃદ્ધાશ્રમમાંં રેફ્રીજેટરનું દાન કર્યું હતું. મોરબીમાં સ્વ.જીજીબેન ભાણજીભાઈ હાંસલપરાંની પુણ્ય તીથી નિમિતે મનસુખભાઈ ભાણજીભાઈ હાંસલપરાં (બંધુનગર વાળા)તથા પરિવાર દ્વારા શોભેશ્ચર રોડ સ્થિત વૃદ્ધાશ્રમમાંં ૨પર લિટરનું રેફ્રિજરેટર દાનમાં આપવામાં આવ્યું હતું.