સ્ટેજ ઉપરથી તેમજ બાદમાં મીડિયા થકી રાજનીતિ કરનારાઓને આકરી ટકોરજિલ્લા પંચાયતના સભ્ય અજય લોરીયાની પ્રેસ કોન્ફરન્સ બાદ મનોજ પનારા ખૂલીને મેદાનેમોરબી : મોરબીમાં દાંડિયા કલાસીસના દુષણ સામે એલાને જંગ છેડી જનક્રાંતિ સભાના માધ્યમથી રવિવારે પાટીદાર સમાજે અભૂતપૂર્વ શક્તિ પ્રદર્શન કરી સમાજની એકતાના દર્શન કરાવ્યા છે ત્યારે સોમવારે જિલ્લા પંચાયતના સભ્ય અજય લોરીયાએ સભાના આયોજકોએ સિલેકટેડ લોકોને જ બોલાવ્યા હોવાનું અને ચૂંટણી આવતા સમાજ યાદ આવ્યો હોવાની માર્મિક ટકોર પત્રકાર પરિષદ યોજી કરતા પાટીદાર યુવા સંઘના પ્રમુખ મનોજ પનારાએ કોઈપણ નેતાના નામ લીધા વગર જ આ મુદ્દે કડક શબ્દોમાં ટીકા કરતા કહ્યું હતું કે, કમસેકમ બહેન દીકરીઓના પ્રશ્ને રાજનીતિ ન કરો તમારે રાજનીતિ કરવી હોય તો સામસામે આવી જાવ તેમાં સમાજને વચ્ચે ન લો. અજય લોરીયાની પત્રકાર પરિષદ બાદ પાટીદાર યુવા સેવા સંઘના પ્રમુખ મનોજ પનારાએ જણાવ્યું હતું કે, જનક્રાંતિ સભા અંગે સમાજના કોઈપણ વ્યક્તિએ ટીકા કરવી ન જોઈએ, સમગ્ર આયોજન સમાજની સંસ્થાઓનું હતું, હું તો માત્ર એક હિસ્સો હતો, મારી એક નાની એવી જવાબદારી હતી.બાકી આ સભા વિશે સંસ્થાઓ સિવાય કોઈને ટેલિફોનિક આમંત્રણ અપાયું ન હતું. જેને પણ દિલમાં એમ લાગતું હતું કે, આ મારા સમાજનો પ્રસંગ છે, સભા છે તેવા લોકો આવ્યા હતા.અને જે લોકો ન આવી શક્યા એ પણ સમાજની સાથે સાથે જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી.વધુમાં મનોજ પનારાએ ઉમેર્યું કે આ પ્રશ્ન મોરબીના પાટીદાર સમાજની બહેન દિકરીઓનો નહિ પણ આખા ગુજરાતની બહેન દીકરીઓનો હતો.આ સમાજમાં જાગૃતિ લાવવા માટેનો કાર્યક્રમ હતો કોઈનો દાવ લઈ લેવાનો કે કોઈને પાડી દેવાની કોઈ વાત ન હતી.અને જે લોકો જનક્રાંતિ સભાને બીજી દિશામાં લઈ જવા પ્રયાસ કરે છે તેને મારી બે હાથ જોડીને વિનંતી છે કે, કુસ્તીના મેદાન બીજા ઘણા બધા આવશે. રાજકારણ કરવાના મેદાન બીજા ઘણા બધા આવશે, પણ કમસેકમ આ સભાને કે આ વિષયને તો બક્ષી દયો, દરેક જગ્યાએ રાજનીતિ, રાજનીતિ, રાજનીતિ ન હોય.જેને પણ કરી હોય સ્ટેજ ઉપરથી કરી હોય તેને અને સોશિયલ મીડિયાએ અન્ય મીડિયામાં કરી હોય તેમને પણ હું કહું છું કે કમસે કમ સમાજની બહેન દીકરીઓના મુદ્દે રાજકારણ ન રમો.જે વિષય આખા ગુજરાતને પીડા આપતો હતો તે વિષયે મોરબીના પાટીદાર સમાજે પહેલ કરી અને અખાય ગુજરાતમાં આ વિષે ગંભીરતાથી ચર્ચા થઈ રહી છે અને આ વિશે કેમ સારૂ કરી શકાય ? કેમ બહેન દીકરીઓની સેફટી વધારી શકાય ? આ વિષયની ચર્ચા કરવી જોઈએ નહિ કે અન્ય બાબતોની.અંતના મનોજ પનારાએ જણાવ્યું હતું કે, આ સભા બહેન દીકરીઓના અસ્તિત્વ માટે હતી, આપણી આબરૂની સભા હતી. અને જે લોકો આ બાબતને રાજકીય રંગ આપે છે તે કોઈપણ હોય કોઈપણ હોદા ઉપર હોય તમામને મારી વિનંતી છે કે, કમસેકમ રાજકીય રંગ ન આપો તમારે લડી લેવું હોય તો લડી લો મેદાન ખુલ્લું છે.ઘણી ચૂંટણીઓ આવશે ત્યારે રાજકારણ કરજો, તંદુરસ્ત રાજનીતિ પણ કરવી જ જોઈએ તેમ પણ અંતમાં જણાવ્યું હતું.