વરસાદી પાણીનો સંગ્રહ તેમજ આત્મનિર્ભર ભારતમાં સહભાગી બનવા મુખ્યમંત્રીની અપીલમોરબી : પ્રજાસત્તાક પર્વની પૂર્વસંધ્યાએ મોરબી જિલ્લાને વિકાસની મોટી ભેટ મળી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોરબીની મુલાકાત દરમિયાન કુલ 1042 કરોડના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમની શરૂઆતમાં કલેક્ટર કે.બી. ઝવેરી, મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે અને ડીડીઓ એન.એસ. ગઢવી દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના લોગોની ધ્રાંગધ્રા સ્ટોનમાંથી બનેલી પ્રતિકૃતિ મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, સિરામિક એસોસિએશનના અગ્રણીઓ મનોજભાઈ એરવાડિયા, હરેશભાઈ બોપલીયા, સંદીપભાઈ કુંડારીયા અને અજયભાઈ મરવાણીયા દ્વારા ભગવાન રામની મૂર્તિ આપી તેમનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, પ્રભારી મંત્રી ત્રીકમ છાંગા, સાંસદ ચંદુભાઈ સિહોરા અને ધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.લોકાર્પણ - ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉમિયા સર્કલ પર ટ્રાફિકની સમસ્યા જોતા નગર પાલિકા સમયથી મંજુર થયેલ ઉમિયા સર્કલ ફલાય ઓવરનું આજે મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. અહીં રૂપિયા 70.51 કરોડના ખર્ચે ફલાય ઓવર નિર્માણ કરવામાં આવશે. સાથે જ શહેરમાં 15 જગ્યાએ હાઇમાસ્ટ ટાવર, મોરબી કોર્પોરેશન બિલ્ડીંગનું અધૂરું કામ, નવી વેસ્ટ ઝોન ઓફીસ, ગ્રીન ટાવર અને મણીમંદિર રોશની, પાનેલી તળાવ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, એસપી રોડ પહોળો કરવાના કામ તેમજ શહેરના વિવિધ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુઁઆ પ્રસંગે કલેક્ટર કે.બી. ઝવેરીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, સરકાર 'સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ'ના મંત્ર સાથે આગળ વધી રહી છે. ગત વર્ષે અતિવૃષ્ટિને કારણે થયેલા નુકસાન સામે મુખ્યમંત્રીએ 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, જે અંતર્ગત મોરબી જિલ્લાના 1.28 લાખ ખેડૂતોને 408 કરોડની સહાય સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવી છે. વધુમાં, ખેડૂતો માટે મીની ટ્રેક્ટરની સહાય 45,000 થી વધારીને 1 લાખ કરવામાં આવી છે, જેનો લાભ લગભગ 2,399 ખેડૂતોએ લીધો છે.મોરબી ખાતે આયોજિત વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, 1042 કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ સાથે મોરબી હવે એક નાના નગરમાંથી વિશાળ મહાનગર બનીને વિકાસની તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકોટ-જામનગર-મોરબીને ઔદ્યોગિક હબ બનાવવાના સ્વપ્નને સાકાર થતું ગણાવ્યું હતું અને રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓ તેમજ માળખાકીય સુવિધાઓના સમન્વયથી થઈ રહેલા સર્વાંગી વિકાસની સરાહના કરી હતી. મંત્રીએ મોરબીવાસીઓ પાસે મોરબી વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તે માટે જનતાના સહકારની અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી હતી.આ પ્રસંગે ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, 2005માં જ્યારે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શહેરી વિકાસ વર્ષ ઉજવાયું હતું, ત્યારે સમગ્ર રાજ્યનું બજેટ 750 કરોડ હતું. જ્યારે આજે માત્ર મોરબી જિલ્લાને જ 1,042 કરોડના કામો મળી રહ્યા છે, જે ગુજરાતના મજબૂત ફાઇનાન્સિયલ મેનેજમેન્ટનું ઉદાહરણ છે.મોરબીમાં આજના કાર્યક્રમમાં બ્રિજ નિર્માણ માટે 70.51 કરોડના ખર્ચે નવા બ્રિજનું આયોજન તેમજ શહેરની વચ્ચેથી પસાર થતી ઓપન કેનાલને બોક્સ કન્વર્ટમાં ફેરવવા કામ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે 40.47 કરોડના ખર્ચે 25 MLD નો નવો પ્લાન્ટ, તેમજ પાણી પુરવઠા યોજના અંતગર્ત 22.77 કરોડના ખર્ચે 90 ગામોને જોડતી યોજના તેમજ તેમજ મણીમંદિર અને ગ્રીન ટાવર જેવી વિરાસતો પર આધુનિક લાઈટિંગ કરવાના કામોનો સમાવેશ કરાયો હતો.મુખ્યમંત્રીએ મોરબીના સિરામિક ઉદ્યોગની પ્રશંસા કરતા કહ્યું કે, દેશનું 80% સિરામિક ઉત્પાદન માત્ર મોરબી કરે છે, જે ગૌરવની વાત છે. તેમણે ઉદ્યોગકારો અને તંત્રને રોડ-રસ્તાના કામોમાં ક્વોલિટી સાથે કોઈ પણ સમજૂતી ન કરવા તાકીદ કરી હતી. સાથે જ તેમણે સ્વચ્છતા અંગે ટકોર કરતા જણાવ્યું કે, 'સ્વચ્છતા માટે સાધનો વસાવવા ગ્રાન્ટની ચિંતા કરશો નહીં, અમે તરત મંજૂર કરીશું, પરંતુ શહેર સ્વચ્છ રહેવું જોઈએ.' તેમણે જળ સંગ્રહ માટે 'કેચ ધ રેઈન' અભિયાનમાં જોડાવા પણ આહવાન કર્યું હતું.કાર્યક્રમના અંતે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ આભાર વિધિ કરતા ખાતરી આપી હતી કે મુખ્યમંત્રીની સૂચના મુજબ તમામ કાર્યો સમયમર્યાદામાં અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત આ પ્રસંગે મોરબીના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા દોઢ લાખ જેટલા ફુલસ્કેપ ચોપડાઓ છપાવવામાં આવ્યા હતા. જેમાં વિકાસકાર્યોની નોંધ મૂકવામાં આવી છે. આ ચોપડાઓનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન રાખવામાં આવ્યું હતું. જેમાં 50 જેટલા ચોપડામાં નમોની પ્રતિકૃતિ કરેલી હતી. આ ચોપડાઓ મોરબીના વિદ્યાર્થીઓને પહોંચાડવામાં આવશે. મુખ્યમંત્રીના આગમનને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં 1 એસપી, 4 ડીવાયએસપી, 10 પીઆઇ, 25 પીએસઆઇ સહિત 200 થી વધુનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં ખડેપગે હાજર રહ્યો હતો.• મોરબી જિલ્લાના વિવિધ વિભાગોના લોકાર્પણ અને ખાત મુહર્તના કામોની વિગત 1) મોરબી મહાનગરપાલિકા લોકાર્પણ : 29 કામ, રૂ.1686.00 લાખના ખર્ચે ખાતમુહૂર્ત: 47 કામ, રૂ. 51148.00 લાખના ખર્ચેકુલ: 76 કામ, રૂ. 52834.00 લાખના ખર્ચે 2) માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) લોકાર્પણ : 45 કામ, રૂ. 38805.91 લાખના ખર્ચે ખાતમુર્હુત: 3 કામ, રૂ.1240.05 લાખના ખર્ચે કુલ: 48 કામ, રૂ.40045.96 લાખના ખર્ચે3) માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) લોકાર્પણ: 7 કામ રૂ.2535.00 લાખના ખર્ચેખાતમુર્હુત: 37 કામ, રૂ. 4610.00 લાખના ખર્ચેકુલ: 44 કામ, રૂ.7145.00 લાખના ખર્ચે 4) પાણી પુરવઠા વિભાગ ખાતમુર્હુત : 01 કામ, રૂ. 2277.07 લાખના...