વાંકાનેર : વાંકાનેરમાં લીંબાડા-ખંભાળા રોડ પર આવેલ ઇરફાન હનીફભાઈ બ્લોચના કબજા ભોગવટાવાળી વાડીએથી દેશી દારૂ લીટર 150 કિંમત રૂપિયા 3160 વેચાણ કરવાના ઇરાદે રાખેલ હોય મોરબી જિલ્લા એલ.સી.બી. પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દેશી દારૂ કબજે લઈ વાડીએ આરોપી મળી આવેલ ન હોય વાંકાનેર સીટી પોલીસ મથકે ગુનો નોંધાવેલ છે