મોરબી : મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા આયકર વિભાગની જૂની ઓફીસ ઉપર ફસાયેલા શ્વાનને રેસ્ક્યુ કરી જીવતદાન આપવામાં આવ્યું છે. મોરબીના ગ્રીન ચોક પાસે આયકર વિભાગની જૂની ઓફીસ ઉપર એક કૂતરું છેલ્લા 3-4 દિવસથી ફસાય ગયું હતું અને તે જે જગ્યા એ હતું ત્યાં કોઈ માણસ જઈ શકે તેમ નહતું. તેથી, તેને કર્તવ્ય જીવદયા કેન્દ્રની રેસ્ક્યુ ટિમ દ્વારા સફળતાથી નીચે ઉતારી આપવામાં આવ્યું હતું. આ બચાવ કાર્યમાં મોરબી ફાયર બ્રિગેડના સ્ટાફ કિશનભાઈ ભટ્ટનો સહયોગ મળ્યો હતો. જે બદલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા તેમનો આભાર માનવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મોરબીમાં કોઈ પણ પ્રાણીઓ ક્યાંય પણ ફસાય ગયા હોય તો તાત્કાલિક કર્તવ્ય જીવદયા કેન્દ્રનો મો. 75748 85747 પર સંપર્ક કરી શકાશે. આ સેવા કાર્યમાં એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી.