ઉનાળાની ગરમીના કારણે શ્વાનો આક્રમક બનતા હોવાનું અનુમાન : સિવિલમાં છેલ્લા 6 દિવસમાં શ્વાન કરડ્યાના 146 કેસો નોંધાયામોરબી : મોરબી શહેરમાં એક તરફ આકરા ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે, તો બીજી તરફ રખડતા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. ગરમીના પ્રકોપ વચ્ચે શ્વાનના હુમલા અને કરડવાના બનાવોમાં ચિંતાજનક રીતે નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા માત્ર 6 દિવસમાં જ મોરબી સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાના 146 જેટલા કેસ નોંધાયા છે. એટલે કે દરરોજ સરેરાશ 24 લોકોને શ્વાન કરડે છે. બીજી તરફ તાજેતરમાં જ શ્વાનના હુમલામાં એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતા સમગ્ર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે.સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાયેલા આંકડા: દૈનિક કેસની વિગતમોરબી સિવિલ હોસ્પિટલના ચોપડે નોંધાયેલા આંકડા મુજબ, છેલ્લા 6 દિવસમાં શ્વાન કરડવાના કુલ 146 બનાવ સામે આવ્યા છે. જો દૈનિક કેસની વિગતે વાત કરીએ તો, તારીખ 01/05 ના રોજ 18 કેસ, 02/05 ના રોજ 19 કેસ, 03/05 ના રોજ 24 કેસ, 04/05 ના રોજ 26 કેસ, 05/05 ના રોજ સૌથી વધુ 38 કેસ અને 06/05 ના રોજ 21 કેસ નોંધાયા હતા.ગરમી અને શ્વાનના આક્રમક સ્વભાવ વચ્ચેનો સંબંધ પશુપાલન અધિકારી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે શ્વાનનો આક્રમક સ્વભાવ તેમના સંવનન કાળ દરમિયાન અથવા જ્યારે તેમના ગલુડિયા નાના હોય ત્યારે વધુ જોવા મળતો હોય છે. પરંતુ હાલમાં પડી રહેલી આકરી ગરમીના કારણે શ્વાનનો સ્વભાવ ખૂબ જ ઉગ્ર અને આક્રમક બની જતો હોય છે, જેના લીધે હુમલાના બનાવો વધી રહ્યા છે.શુ કહે છે સંશોધન ?હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા અમેરિકાના 8 શહેરોમાં નોંધાયેલા 69525 શ્વાન કરડવાના કિસ્સાઓ પર કરવામાં આવેલા એક વિસ્તૃત રિસર્ચ મુજબ, ગરમીના દિવસોમાં શ્વાન કરડવાના બનાવોમાં 4% નો વધારો જોવા મળે છે. જ્યારે વધુ તડકો અને આકરા અલ્ટ્રાવાયોલેટ કિરણો વાળા દિવસોમાં આ આંકડો 11% સુધી વધી જાય છે. ગરમીમાં શ્વાન વધુ આક્રમક કેમ બને છે તેનું મુખ્ય કારણ તેમની શારીરિક રચના છે. માણસોની જેમ શ્વાનોને ચામડી પર પરસેવો થતો નથી. તેઓ માત્ર જીભ બહાર કાઢીને હાંફીને પોતાના શરીરની ગરમી બહાર કાઢે છે. જ્યારે તાપમાન ખૂબ વધી જાય ત્યારે તેમના માટે શરીરને ઠંડુ રાખવું મુશ્કેલ બને છે, પરિણામે શારીરિક અકળામણ વધે છે. અસહ્ય બફારાને લીધે શ્વાનો શાંતિથી ઊંઘી શકતા નથી અને પૂરતું પાણી ન મળવાથી તેઓ ડીહાઈડ્રેશનનો શિકાર બને છે. આ સ્થિતિમાં તેમના મગજની સ્થિરતા જોખમાય છે અને તેઓ નાની વાતમાં જલ્દી ઉશ્કેરાઈને હુમલો કરી બેસે છે.વેકેશનમાં વાલીઓએ ચેતવા જેવુંહાલ ઉનાળાની રજાઓ હોવાથી બાળકો સવાર-સાંજ વધુ સમય બહાર રમતા હોય છે, ત્યારે વાલીઓએ ખાસ તકેદારી રાખવી જરૂરી બની ગઈ છે. ભારે ગરમીમાં સૂતેલા, આરામ કરતા કે ખાતા શ્વાનોને ક્યારેય છંછેડવા જોઈએ નહીં. આ ઉપરાંત, જીવદયા પ્રેમીઓ અને સ્થાનિક રહીશોએ શેરીમાં પ્રાણીઓ માટે છાયાવાળી જગ્યાએ ચોખ્ખા પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી તેમની અકળામણ ઘટે અને હુમલાનું જોખમ ટાળી શકાય. સાથે જ મોરબીના તંત્ર દ્વારા પણ રખડતા શ્વાનના ત્રાસને ડામવા અને લોકોની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે.શ્વાનના હુમલામાં એક બાળકનું કમકમાટીભર્યું મોતમોરબીના જેતપર રોડ પર આવેલ ટાઈટેનીયમ વિટ્રિફાઈડ કારખાનામાં ગત રાત્રીના શ્વાનના હિંસક હુમલાનો બનાવ સામે આવ્યો છે. જેમાં કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની કૃપાલભાઈ માલવિયાનો 8 વર્ષનો પુત્ર કૃણાલ ગતરાત્રીના સમયે લેબર કોલોનીમાં સ્કૂલ રૂમ પાસે અન્ય શ્રમિકો સાથે સૂતો હતો ત્યારે 1 થી 1:30 વાગ્યાના અરસામાં બાળક જાગી ગયા બાદ પોતાના રૂમ પર જવા નીકળ્યો હતો. જો કે, કૃણાલ પોતાની માતા પાસે રૂમમાં જતો હતો તે સમયે રસ્તામાં 3 થી 4 શ્વાને અચાનક જ હુમલો કરી દીધો હતો. શ્વાનોએ કરેલા ગંભીર હુમલામાં કૃણાલ લોહીલુહાણ બની ગયો હતો. હિંસક બનેલા શ્વાનોએ કૃણાલને આખા શરીર પર એટલી હદે બચકા ભર્યા હતા કે, કૃણાલનું મૃત્યુ નીપજ્યું હતું. મોરબીની ટાઇટેનિયમ સિરામિક ફેકટરીમાં શ્વાનના હિંસક હુમલા બાદ બાળકના મૃત્યુ અંગે ફેકટરીના સુપરવાઇઝર ગજેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, રાત્રે 1 થી 1:30 વાગ્યા વચ્ચે બનેલા બનાવ બાદ શ્રમિકોએ બાળકને શોધવા પ્રયાસ કર્યા હતા પરંતુ બાળક મળ્યું ન હતું. જો કે, બાદમાં વહેલી પરોઢે ફેકટરીમાં ઉકરડા પાસે શ્વાને ફાડી ખાધેલ હાલતમાં માસૂમ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.શ્વાન પાછળ દોડતા બાળકી પડી, હાથમાં ફ્રેક્ચર શહેરમાં કંસારા શેરીમાં રાજચંદ્રજીના સ્મૃતિ સ્થાન પાસે એક પત્રકારની પૌત્રી ચાલીને જઈ રહી હતી. અચાનક જ શ્વાન પાછળ દોડતા તે ડરીને ભાગવા લાગી હતી અને પડી જવાથી તેને ફ્રેક્ચર થયું છે. હાલ તે સારવાર હેઠળ છે. વધુમાં સવારે મહેન્દ્ર ડ્રાઈવથી માંડી મયુર બ્રિજ પર પણ શ્વાનનો ત્રાસ વધ્યો હોવાનું મોર્નિંગ વૉકમાં જતા લોકો જણાવી રહ્યા છે.જીઆઇડીસી પાછળની સોસાયટીઓમાં શ્વાનોનો વધુ આતંકમોરબી શહેરમાં શનાળા રોડ પર જીઆઇડીસી પાછળના વિસ્તારોમાં ચિત્રકૂટ, રાજનગર સહિતની સોસાયટીમાં દરરોજ 6 થી 7 લોકોને શ્વાન બચકા ભરી લેતા હોવાના બનાવ સામે આવી રહ્યા છે. આ વિસ્તારમાં શ્વાન એટલા હદે હિંસક બન્યા છે કે તેમણે માત્ર માણસોને જ નહીં, પરંતુ નંદીઓને અને ગલુડિયાઓને પણ નિશાન બનાવીને બચકા ભર્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે. ખાસ કરીને શક્તિનગર, અવધ સોસાયટી અને અનિલ પાર્ક નામની 3 સોસાયટીઓમાં શ્વાનનો ત્રાસ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. તંત્ર તાત્કાલિક ધોરણે રખડતા શ્વાનો માટે સેલ્ટર હોમ બનાવી લોકોને શ્વાનના ત્રાસમાંથી મુક્તિ અપાવે તેવી માંગ કરી છે.મોરબી કોર્પોરેશન પાસે શ્વાન પકડવા માટે તથા તેના આશ્રય માટે કોઈ વ્યવસ્થા જ નથીમોરબી શહેર વિસ્તારમાં છેલ્લા 4 મહિનામાં જ શ્વાન કરડવાના 2400 બનાવ નોંધાયા હોવા છતાં પણ કોર્પોરેશન પાસે શ્વાન પકડવા કે ખસીકરણ માટે કોઈ જોગવાઇ જ ન હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેશનના પ્રાણી રંજાડ વિભાગના નિમેશ ખાંભલાએ જણાવ્યું હતું કે, હાલમાં શ્વાન માટેનું સેલ્ટર હોમ બનાવવાની કાર્યવાહી ચાલુ છે જે પૂર્ણ થયા બાદ શ્વાન પકડવા માટેના તેમજ ખસીકરણ માટેના...