ધૂનડા ગામમાં સૌથી વધુ 5 લોકો આતંકી શ્વાનની ઝપેટે ચડ્યા, એક વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા રાજકોટ રીફર કરાયા મોરબી : મોરબી પંથકમાં શ્વાનોનો ભારે આતંક જોવા મળી રહ્યો છે. મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં શ્વાનોએ આજે એક જ દિવસમાં 12 લોકોને બચકા ભર્યા હોવાનું મોરબીની સિવિલ હોસ્પિટલમાં નોંધાયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિવિલમાં આજે એક પછી એક શ્વાને બચકા ભર્યા હોવાના કેસ સામે આવી રહ્યા છે. જેમાં આજના દિવસમાં અત્યાર સુધીમાં 12 જેટલા લોકોને બચકા ભર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં ટીનાબેન સુમલાભાઈ (ઉ.43) રહે. ઘુનડા, તેજલબેન કંઝારીયા (ઉ. 27) રહે. વાધરવા, ભાર્ગવ દેવજીભાઈ (ઉ. 16) સામાંકાંઠે-મોરબી, આરજુબેન રિયાઝભાઇ (ઉ. 5) રહે. રણછોડનગર, શર્માબેન પ્રકાશભાઈ (ઉ.21) રહે.ખાનપર, રાકેશભાઈ નાનાભાઇ (ઉ.30) રહે.ઘુનડા રોડ, કિશોરભાઇ ઊકાભાઈ ઉડેચા (40) રહે. લખધીરનગર (નવાગામ), નરસીભાઈ રવજીભાઈ (ઉ.65 ) રહે.ગોકુલનગર, શનાળા સહિતના લોકોને શ્વાને બચકા ભરતા તેઓએ મોરબી સિવિલમાં રસી મુકાવી છે. બે વૃદ્ધને સૌથી વધુ ઇજાધુનડામાં 5 લોકોને શ્વાને બચકા ભર્યા છે. જેમાં પૂનમબેન મગનભાઇ (ઉ.વ.60)ને માથાના ભાગે તથા આંખના ભાગે શ્વાને બચકા ભરતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને રાજકોટ રીફર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નવાગામના કિશોરભાઈ ઊકાભાઈ ઉડેચાને પણ શ્વાને ગાલના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાનું જાણવા મળી રહ્યું છે.11 દિવસમાં 293 લોકોને શ્વાને બચકા ભર્યામોરબી સિવિલમાં નોંધાયેલા કેસ મુજબ ફેબ્રુઆરી મહિનાના 11 દિવસમાં શ્વાનોએ 205 પુરુષ અને 88 સ્ત્રી સહિત 293 લોકોને બચકા ભર્યા છે.