સિરામિક કંપનીમાં કામ કરતા શ્રમિક પરિવારના બાળક પર રાત્રે શ્વાન તૂટી પડ્યું, બાળકને સારવાર અર્થે રાજકોટ ખસેડાયોમોરબી : મોરબી શહેર અને ગ્રામ્ય પંથકમાં રખડતા શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો છે. અવારનવાર શ્વાન દ્વારા હુમલાની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે વધુ એક ગંભીર બનાવ મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામે નોંધાયો છે. અહીં એક 7 વર્ષના માસૂમ બાળકને શ્વાને બચકાં ભરી લેતા લોહીલુહાણ હાલતમાં તેને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યો છે.સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઊંચી માંડલ ગામમાં આવેલી કંપનીમાં મજૂરીકામ કરતા અને મૂળ મધ્યપ્રદેશના વતની એવા શ્રમિક પરિવારનો 7 વર્ષનો દીકરો સંદિપ ધરમસિંગ બોરડે રાત્રિના 11 વાગ્યાની આસપાસ કંપનીમાં હાજર હતો. આ સમયે અચાનક ધસી આવેલા એક શ્વાને બાળક પર હુમલો કરી દીધો હતો. શ્વાને બાળકના માથાના ભાગે બચકાં ભરી લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક ધોરણે લોહીલુહાણ બાળકને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ઈજાગ્રસ્ત બાળક સંદિપ 2 ભાઈઓમાં મોટો છે અને તેનો આખો પરિવાર આ સિરામિક કંપનીમાં જ કામ કરીને ગુજરાન ચલાવે છે. સમગ્ર ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. #Morbi #MorbiUpdate #MorbiNews #StrayDogAttack #UnchiMandal #RajkotCivilHospital #GujaratNews