તા.6,7 અને 8મીએ વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયામાં નહીં નોંધાયમોરબી : લોકસભા ચૂંટણીને પગલે રાજ્યની 210 સબ રજિસ્ટ્રાર કચેરીના સ્ટાફને ચૂંટણી ફરજમાં મુકવામાં આવતા દસ્તાવેજ નોંધણી નહીં થઈ શકે, જે અન્વયે મોરબી જિલ્લામાં વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયામાં સબ રજિસ્ટ્રાર કચેરીમાં આગામી તા.તા.6,7 અને 8મીએ દસ્તાવેજની નોંધણી નહીં થઇ શકે.જો કે, મોરબી સબરજિસ્ટ્રાર કચેરી રાબેતા મુજબ ચાલુ રહેશે.આગામી તા.7મીના રોજ યોજાનાર ત્રીજા તબક્કાની લોકસભા ચૂંટણી મતદાન કામગીરીમાં સબ રજિસ્ટ્રાર કચેરીના સ્ટાફને મુકવામાં આવ્યો હોવાથી નોંધણી સર નિરીક્ષક કચેરી ગાંધીનગર દ્વારા નાગરિકો માટે મહત્વની સૂચના જાહેર કરી આગામી તા.6થી 8 મે દરમિયાન રાજ્યની 210 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી નહીં થઇ શકે તેવી આગોતરી જાહેરાત કરવામાં આવી છે, વધુમાં ચૂંટણી કામગીરીને કારણે મોરબી જિલ્લામાં વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયામાં દસ્તાવેજ નોંધણી નહીં થઇ શકે, અગાઉથી ટોકન લેનારા પક્ષકારોના ટોકન અનબ્લોક કરવામાં આવ્યા હોય નાગરિકોએ ફરીથી એપોઇન્ટમેન્ટ લેવા યાદીમાં જણાવ્યું છે.