હળવદ : હળવદમાં હોસ્પીટલના પાર્કીગમાંથી ડોક્ટરના બાઈકની ચોરી થઇ ગઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. ગત તા. 14ના રોજ રાતના સાડા સાતેક વાગ્યા વખતે હળવદમાં સરા રોડ પર યુનીક હોસ્પીટલના પાર્કીગમાંથી ડો. હર્ષદભાઇ ધીરજભાઇ લોરીયા (ઉ.વ. 31, રહે. ચંદ્રપાર્ક સોસાયટી) હિરો સ્પેન્ડર કાળા પટાવાળુ રજી. નં. જી.જે.૧૩.જે.જે.૮૪૨૬ની ચોરી થઇ ગઈ છે. આ બનાવ અંગે હળવદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં પોલીસે ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.