પોલીસે તબીબની ઓફિસમાંથી શરાબની અડધી બોટલ કબ્જે કરી વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં તબીબની ચેમ્બરમાં દારૂની મહેફિલ માણી રહેલ ડોકટર અને પ્યુનની પોલીસે અટકાયત કરી તબીબની ચેમ્બરમાંથી અડધી બોટલ દારૂ કબ્જે કરતા ચકચાર જાગી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલમાં દારૂની મહેફિલ જામી હોવાની માહિતી એક પત્રકારે પોલીસને આપતા સીટી પોલીસ સ્ટાફે હોસ્પિટલમાં રેઇડ કરી ડો. હરપાલસિંહ દાજીભાઈ પરમાર અને કૈલાશભાઈ ભીખાલાલ રાઠોડ નામના પ્યુનને અટકાયતમાં લઈ ચેમ્બરના કબાટમાંથી ગ્રેવીટી ગ્રીન એપલ વોડકાની અડધી બોટલ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.