ચિરાયું ચિલ્ડ્રન્સ હોસ્પિટલ આયોજિત સેમિનારમાં નવજાત શિશુની દેખભાળને લઈને અપાશે એ ટુ ઝેડ માર્ગદર્શન : સેમિનારમાં ભાગ લેનાર પરિવારને બાળકના જન્મ બાદ કોઈ પણ મૂંઝવણ નહિ ઉદભવે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ): 'મા' બનવાના પડાવની નજીક પહોંચતા જઇએ તેમ આવનારા નવજાત શિશુ માટે ઘણા બધા સવાલો ઉઠે, મુંઝવણો અનુભવાય. આથી આવનારા નવા મહેમાન માટે સંપૂર્ણ રીતે માનસિક અને શારિરીક રીતે તૈયાર રહેવા માટે સગર્ભાવસ્થાના 6 મહિના પૂર્ણ થયેલ માતાઓ માટે ચિરાયું ચિલ્ડ્રન્સ હોસ્પિટલ દ્વારા આગામી 22 ડિસેમ્બરના રોજ વિશેષ 'વેલકમ બેબી' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર સાંજે 4:30 થી 5:30 કલાકે ચિરાયુ ચિલ્ડ્રન્સ હોસ્પિટલ, સાવસર પ્લોટ-15, વોડાફોન સ્ટોર વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે યોજાશે. જેમાં નવજાત શિશુ અને બાળરોગ નિષ્ણાંત ડો. ઉર્વી રૈયાણી એ ટુ ઝેડ માર્ગદર્શન આપવામાં આવશે. આ સેમિનારમાં નવજાત શિશુને જન્મની સાથે જ પાઉડરનું દૂધ આપવાના બદલે સ્તનપાન માટે કઇ રીતે તૈયાર રહેવું, સ્તનપાનને લગતી માન્યતાઓ અને મુશ્કેલીઓનું નિવારણ, નવજાત શિશુને લગતા સામાન્ય પ્રશ્નોની ચર્ચા શું નોર્મલ કહેવાય, કયારે ચિંતા કરવી વગેરે વિશે માર્ગદર્શન અપાશે. આ સાથે ઇન્ટરેક્ટીવ સેશન પણ યોજાશે. સેમિનારમાં રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર છે. સેમિનારમાં માતા ઉપરાંત ડિલીવરી સમયે હાજર રહેનાર કેરટેકર એટકે કે મમ્મી/સાસુ/પતિએ પણ સાથે અચૂક આવવું. સેમિનારની ફી માત્ર રૂ.300 છે. ______________________________________________મોરબીમાં સૌપ્રથમ વખત આવો સેમિનાર યોજાવા જઈ રહ્યો છે, તો આજે જ સંપર્ક કરો______________________________________________તા. 22 ડિસેમ્બર, રવિવારસાંજે 4:30થી 5:30 સ્થળ: ચિરાયુ હોસ્પિટલ, સાવસર પ્લોટ-15, વોડાફોન સ્ટોર વાળી શેરી, શનાળા રોડ, મોરબીરજીસ્ટ્રેશન માટેમોહિતભાઈ 81409 38119______________________________________________