જૂન જુલાઈમાં ભારત વસ્તીની દ્રષ્ટિએ ચીનને પાછળ છોડી દેશે મોરબી : ચીન ભલે તકલાદી અને સસ્તી આઇટમો વેચી ભારતને પડકાર ફેંકી રહ્યું હોય પણ આગામી બે મહિનામાં એક બાબતે આપણે ચીનને પાછળ છોડી દેશું, યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના રિપોર્ટ મુજબ જૂન-જુલાઈ વચ્ચે ભારતની વસતી ચીન કરતા પણ વધાર હશે. સંભવતઃ જૂન જુલાઈ માસમાં ભારતમાં ચીન કરતા 20 લાખ કરતા પણ વધારે વસતી હશે. સૌથી મહત્વની વાત એ છે કે, ચીનમાં હાલ વૃદ્ધોની સંખ્યા વધારે છે જ્યારે ભારતમાં યુવાઓની સંખ્યા વધારે છે. જન સંખ્યા મામલે ભારત ચીન બાદ વિશ્વનો સૌથી મોટો દેશ છે. પરંતુ UNFPAના આંકડા મુજબ, 2023ના મધ્ય એટલે કે જૂન-જુલાઈ દરમિયાન ચીનથી આગળ નીકળી જશે. એટલે કે જન સંખ્યા મામલે ભારત વિશ્વનો સૌથી મોટો દેશ બની જશે. જૂન-જુલાઈ વચ્ચે ભારતની વસતી ચીન કરતા 30 લાખ વધારે હશે. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના અનુમાન મુજબ, ભારતની વસતી 142.86 કરોડ, જ્યારે ચીનની વસતી 142.57 કરોડ હશે. મહત્વનું છે કે, ફેબ્રુઆરી 2023ના આંકડા મુજબ આ પ્રકારનું અનુમાન કરવામાં આવ્યું છે. આ અનુમાન સાથે સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે, નિયત તારીખ વિશે જણાવવું મુશ્કેલ છે, કારણ કે ભારતમાં છેલ્લી જન સંખ્યા ગણતરી 2011માં થઈ હતી અને 2021માં જન સંખ્યા ગણતરી થવાની હતી. જેને કોવિડ મહામારી બાદ ટાળી દેવામાં આવ્યું હતું. જો કે, વિશ્વની વસતીમાં ભારત અને ચીન એકલાનો જ એક તૃત્યાંશ જેટલું યોગદાન છે. પરંતુ બંને દેશની જન સંખ્યામાં ઘટાડો નોંધવામાં આવ્યો છે અને આ ઘટાડાની સ્પીડ ભારતની સરખામણીએ વધારે છે. ગયા વર્ષે એટલે 2022માં ચીનની વસતીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, જે ગયા છ દાયકાની પહેલીવાર સંભવ બન્યું છે. ભારતની જન સંખ્યાના વાર્ષિક વૃદ્ધિ દર 2011થી 1.2 ટકા છે, જ્યારે 2010-2011 દરમિયાન આ આંકડો 1.7 ટકા હતો. જાણકારોનું કહેવું છે કે, પરિવાર નિયોજન કાર્યક્રમો હેઠળ નેચરલ ગ્રોથ રેટમાં પણ ઘટાડો થયો છે. પરંતુ પોપ્યુલેશનન આધાર વધારે હોવાના કારણે વધારો નજરે પડી રહ્યો છે. પરંતુ આવનારા સમયમાં જન સંખ્યાની ગ્રોથ રેટમાં ઘટાડો આવશે. ભારતની વસતી ચીન કરતા હાલ 20 લાખથી પણ વધારે છે. આ આંકડા જોતા લાગે છે કે ભારત હવે આખા વિશ્વમાં સૌથી વધારે વસતી ધરાવતો દેશ બની ગયો છે. ભારતની વસતી 140 કરોડને પાર પહોંચી ગઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતની 25 ટકા વસતીમાં 0-14 વયના, 18 ટકા લોકો 10-19 વયના, 26 ટકા લોકો 10-24 વયના, 68 ટકા લોકો 15-64 વયના અને 7 ટકા લોકો 65થી વધુ વયના લોકો છે. બીજી તરફ ચીનની વાત કરવામાં આવે તો ત્યાં સંબંધિત આંકડા 17 ટકા, 12 ટકા, 18 ટકા, 69 ટકા અને 14 ટકા છે. ત્યાં 65 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકો લગભગ 20 કરોડ છે. કેટલાંક દાયકાઓ પહેલાં ચીનની સરકારે 1 બાળક વાળી નીતિ લાગૂ કરી દીધી હત. જેનું પરિણામ અહીંની સરકારને એ રીતે ભોગવવું પડ્યું કે લોકોએ બાળકને જન્મ આપવાનું છોડી દીધું હતું.