હળવદના જુના માલણીયાદ ગામમાં અરજદારો પાસેથી વધુ ચાર્જ લઇ ઓપરેટર ભ્રષ્ટાચાર આચરતો હોવાની ફરિયાદ હળવદ : હળવદના જુના માલણીયાદ ગામે કોમ્પ્યુટર ઓપરેટર સરકારના નિયત કરેલા ચાર્જ કરતા વધુ ચાર્જ વસૂલી ભ્રષ્ટાચાર આચરતો હોવાની ફરિયાદ ઉઠી છે. એટલું જ નહીં લોકો સાથે થાય તે કરી લો કહી ગેરવર્તણુંક પણ કરતો હોવાની ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઇ છે. જુના માલણીયાદ ગામે ગ્રામ પંચાયત કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે મુનેશ લાલજીભાઈ બજાણીયા જેને તા.21/1/2019 થી(NIC)થી નિમણૂક આપવામાં આવી છે. આ ઓપરેટર સરકારના નિયમ મુજબ અરજદાર પાસેથી વસૂલવામાં આવતો ચાર્જ જે લેવાનો થતો હોય તેનાથી વધુ લઈ ભ્રષ્ટાચાર આચરે છે.આ અંગે કહેવા જતા તે કહે છે કે 'મારે ઉપર આપવા પડે છે તમારાથી થાય તે કરી લો,મારુ અધિકારી કાંઈ બગાડી શકશે નહીં' તેમજ રાજકીય વગ અને પોલીસવાળા સાથે સબંધ છે તેવી ભાષામાં વાત કરે છે. આ રીતે આ કોમ્પ્યુટર ઓપરેટર પોતાની મનમાની કરી ગ્રામજનો સાથે ગેરવર્તુનક કરે છે.ઉપરાંત ગરીબ માણસો પાસેથી વધુ રકમ ઉઘરાવી ભ્રષ્ટાચાર આચરે છે.ત્યારે આ શખ્સ સામે યોગ્ય કાર્યવાહી કરવા ગ્રામજનો માંથી માંગ ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..