મોરબી : આવતીકાલે રવિવારે મકરસંક્રાંતિનો તહેવાર હોય બાળકોને રવિવારની રજા સંક્રાંતિમાં ગઈ છે ત્યારે મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બાળકોને મજા પડી જાય તેવો નિર્ણય કરી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમા રવિવાર ઉપરાંત સોમવારે વાસી ઉત્તરાયણની પણ રજા જાહેર કરવામાં આવી છે.મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા ખાસ પરિપત્ર જાહેર કરી આગામી તા.15ને સોમવારે જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમા રજા જાહેર કરવામાં આવી છે, સંક્રાંતિનો પર્વ રવિવારે આવ્યા બાદ વધુ એક દિવસની રજા જાહેર કરવામાં આવતા બાળકોને પોતાનો મનપસંદ ઉત્તરાયણ પર્વ ઉજવવાની મજા બેવડાશે.