શ્રીમંતના પ્રસંગમાં માથાકૂટ થયા બાદ કૌટુંબિક વાંધામાં પિતા પુત્ર સાથે ઝઘડોવાંકાનેર : મૂળ વાંકાનેર શહેરના વતની અને હાલમાં રાજકોટ રહેતો પરિવાર પોતાના ઘેર આવતા સગા માસિયાઈ ભાઈઓએ જુના વ્યવહારિક વાંધા અંગે ઝઘડો કરી પિતા પુત્રને બેઝબોલના ધોકા વડે તેમજ ઢીકા પાટુનો માર મારી વાંકાનેરમાં પગ કેમ મુક્યો કહી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ વાંકાનેર અને હાલમાં રાજકોટ કાલાવડ રોડ ઉપર રહેતા ફરિયાદી સંજયગીરી વિનોદગીરી ગૌસ્વામીએ આરોપી (૧) જયેશગીરી દીલીપગીરી ગોસ્વામી રહે.વાંકાનેર (૨) અમીતગીરી ભુપેન્દ્રગીરી ગોસ્વામી રહે.રાજકોટ (૩) નીલેશગીરી દીલીપગીરી ગોસ્વામી (૪) વત્સલગીરી નીલેશગીરી ગોસ્વામી (૫) જયદીપગીરી જયેશગીરી ગોસ્વામી રહે.તમામ વાંકાનેરવાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે અગાઉ તેમના માસિયાઈ ભાઈ આરોપી જયેશગીરીએ શ્રીમંતના પ્રસંગમાં લપ કરી હોય વ્યવહાર મૂકી દેતા આરોપીઓએ ગઈકાલે ફરિયાદીનો પુત્ર મિત પોતાની ગાડીમાં પેટ્રોલ પુરાવવા જતો હતો ત્યારે જિનપરામા ઝઘડો કરી માર માર્યો હતો અને બાદમાં ઘેર આવી ફરિયાદી તથા સાહેદોને બેઝબોલના ઘોકાથી માર મારી ઢીકા પાટુ મારી વાંકાનેરમાં કેમ પગ મૂક્યો કહી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.