મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર માન્ય આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ધી વી. સી. ટેક હાઈસ્કૂલ ખાતે આજે તા. 21ના રોજ કચ્છ જિલ્લા, સુરેન્દ્રનગર જિલ્લા તથા મોરબી જિલ્લાની પસંદ કરેલ ત્રણ-ત્રણ સ્કૂલને ડુ ઇટ યોરસેલ્ફ (DIY) કીટની તાલીમ યોજવામાં આવી હતી. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા ગુજરાતની 100થી વધુ શાળાઓમાં DO IT YOURSELF KIT ફાળવવામાં આવી છે. તેનો ટ્રેનીંગ પ્રોગ્રામ આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે રાખેલ છે. જેમાં મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર જીલ્લાની પસંદ થયેલી શાળાના શિક્ષક તેમજ લોકવિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર હાજર રહી ટ્રેનિંગ પ્રોગ્રામમાં કોડિંગ, ડીકોડીંગ તેમજ રોબોટિક્સ જેવા પ્રોગ્રામિંગ શીખ્યા હતા. આ કીટ વિદ્યાર્થીઓને સરળતાથી સમજવા અને સમજાવવામાં મદદરૂપ થશે. તેમ એલ. એમ. ભટ્ટ અને દીપેન ભટ્ટની યાદીમાં જણાવાયું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..