મોરબી મહાનગરપાલિકામાં 52 સીટોની ઐતિહાસિક જીત બાદ મંત્રી કાંતિલાલ અમૃતિયાએ ઉમા ટાઉનશીપ ખાતે અભિવાદન સમારોહમાં સભા સંબોધીhttps://youtu.be/YJfy8bO5WXY?si=u1vJUoW4MbIUctbiમોરબી : મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજય બાદ મંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં ઉમા ટાઉનશીપ ખાતે અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ચુંટાયેલા 115 પ્રતિનિધિઓને વિકાસના શપથ લેવડાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જંગી સભાને સંબોધિત કરતા મોરબીની જનતા, ઉદ્યોગપતિઓ અને કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે લોકોએ જે પ્રેમ અને સન્માન આપ્યું છે તે બદલ તેઓ ઋણી છે. પાંચ વર્ષ સુધી આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સારી રીતે કામ કરે તે માટે તેમણે ભગવાન પાસે જુસ્સો અને તાકાત માંગી હતી.મહાનગરપાલિકાની 52 માંથી 52 સીટો પર ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા બદલ કાંતિલાલ અમૃતિયાએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે આ જીતને સરદાર પટેલના સમયની અમદાવાદ મહાનગરપાલિકાની જીત સાથે સરખાવીને મોરબીની જનતાને સલામ કરી હતી. ચૂંટાયેલા તમામ સભ્યોને ટકોર કરતા તેમણે જણાવ્યું હતું કે સત્તાનો કોઈ અહમ રાખ્યા વિના માત્ર પ્રજાના કામો કરવા. સવારે વહેલા ઉઠીને પોતાના વિસ્તારના 2 થી 5 લોકોને સાંભળવા, તેમના કામોની નોંધ લેવી, તેને પૂરા કરવા અને તેમની મહેમાનગતિ કરવી. જે પ્રતિનિધિ રખાવટ રાખે છે અને વિકાસના કામો સારી રીતે કરે છે તેનું રાજકારણમાં આયુષ્ય લાંબુ રહે છે. આ ચૂંટણી કોઈ સત્તા કે દાદાગીરીથી નહીં પરંતુ માત્ર વિકાસ અને શાંતિના નામે જીત્યા હોવાનો તેમને ગર્વ વ્યક્ત કર્યો હતો.મોરબીના વિકાસ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે અત્યારે એકસાથે 30 જેટલા રસ્તાઓના કામો ચાલુ કરવાની તાકાત આ સરકારમાં છે. નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીની સરકારમાં નેવાના પાણી મોભે ચડાવે તેવી તાકાત છે. તેમણે ચૂંટાયેલા સભ્યોને પોતાના વોર્ડના 15 જેટલા વિકાસ કાર્યોનું લિસ્ટ બનાવી, પ્રાધાન્ય મુજબ 5-5 કામોના તબક્કા પાડીને પૂરા કરવા સૂચના આપી હતી.દરેક વોર્ડમાં 3 બગીચા અને માળખાકીય સુવિધાઓ પર ભારકાંતિલાલ અમૃતિયાએ ચૂંટાયેલા સભ્યોને ટાર્ગેટ આપતા જણાવ્યું હતું કે 5 વર્ષના કાર્યકાળ દરમિયાન દરેક વોર્ડમાં ઓછામાં ઓછા 3 બગીચા બનવા જોઈએ. દર વર્ષે એક અથવા 6 મહિને એક બગીચો તૈયાર થાય તેવું લિસ્ટ બનાવી આયોજન કરવું જોઈએ. આ ઉપરાંત પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, રસ્તાઓ અને બાયપાસની સુવિધા ઊભી કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવા તાકીદ કરી હતી.ગરીબોના કામો માટે અધિકારીઓને દોડાવવા સૂચનાતેમણે સભ્યોને સ્પષ્ટ સૂચના આપી હતી કે પોતાના વિસ્તારમાં 10 નિરાધાર લોકોના ફોર્મ ભરાવવા, મા કાર્ડ કઢાવી આપવા અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવો. જો કોઈ અધિકારી કામ ન કરે કે લોકોને ધક્કા ખવડાવે તો તેને દોડાવવાની જવાબદારી ચૂંટાયેલા પ્રતિનિધિઓની છે. જો અધિકારી ન માને તો ઉપર સુધી રજૂઆત કરવા પણ તેમણે આહ્વાન કર્યું હતું.આગામી 3 મહિનામાં વધુ વિકાસ કામોના ખાતમુહૂર્તકાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે તેઓ આગામી દિવસોમાં ગાંધીનગર અને મુંબઈની મુલાકાતે જવાના છે. આગામી 3 મહિનાની અંદર મોરબીમાં વધુ વિકાસના કામો મંજૂર કરાવીને નવા ખાતમુહૂર્ત કરવામાં આવશે. પ્રજાના 1 મતની કિંમત સમજીને તમામ કાર્યકરોને સાથે મળીને મોરબીને શ્રેષ્ઠ શહેર બનાવવા કામે લાગી જવા હાકલ કરી હતી.કોઈ સગા-વ્હાલા સામા પક્ષના ઉમેદવાર સાથે હોય તો પણ તેને અપનાવજોમંત્રી કાંતિલાલ અમૃતિયાએ ચુંટાયેલા આગેવાનોને ભારપૂર્વક જણાવ્યું કે તમારા કોઈ સગા-વ્હાલા કે જાણીતા કદાચ સામા પક્ષના ઉમેદવાર કે કાર્યકર સાથે જોવા મળ્યા હોય તો તેને કમળાની નઝરથી જોતા નહિ. તેની સાથે ચા પીજો, તેને મળજો, તેને સમજવાનો પ્રયત્ન કરજો. તેની સાથે સબંધ બગાડતા નહિ.ઉલ્લેખનીય છે કે આ સભામાં જયંતી રાજકોટીયા, પ્રદીપ વાળા, લાખાભાઇ જારીયા, કે એસ અમૃતિયા , સીરામીક એસોસિએશના હોદેદારો નિલેશભાઈ જેતપરીયા, હરેશભાઇ બોપલીયા, મનોજભાઈ એરવાડિયા, નરેન્દ્રભાઈ સંઘાત સહિતના ઉપસ્થિત રહ્યા હતા.#MorbiUpdate #Morbi #KantilalAmrutiya #BJP #MorbiNagarPalika #GujaratPolitics #Development #NarendraModi #BhupendraPatel