23થી 25 જૂન દરમિયાન યોજાશે ઝુંબેશ : 0થી 5 વર્ષના તમામ બાળકોને ટીપાં પીવડાવવા અનુરોધમોરબી : મોરબી જિલ્લામાં આગામી તા.23 થી 25 જૂન દરમિયાન પોલિયો ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 0 થી 5 વર્ષનાં તમામ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવવામાં આવશે.નેશનલ ઇમ્યુંનાઈઝેશન ડે નિમિત્તે 23 જૂનની કામગીરી અન્વયે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં પોલિયો સ્ટીયરિંગ કમિટીની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું . જેમાં જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન મોરબી જિલ્લાના 0 થી 5 વર્ષના કુલ 1,23,608 બાળકોને જિલ્લા આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોલિયો ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં પ્રથમ દિવસે 632 બુથ પર પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે. તેમજ બીજા અને ત્રીજા દિવસે 1161 ટીમ દ્વારા બાકીના બાળકોને ટીપાં પીવડાવવામાં આવશે. જિલ્લામાં 25 ટ્રાનઝીટ ટીમ દ્વારા રેલવે સ્ટેશન, બાદ સ્ટેશન, હાઇવે, જાહેર સ્થળ પર બાળકોને પોલિયોનાં ટીપાં પીવડાવવામાં આવશે. તેમજ મોરબી જિલ્લામાં ઔધગિક વિસ્તારમાં કારખાનાનાં બાળકો માટે 483 મોબાઈલ ટીમ પોલિયોનાં ટીપાં પિવડાવાશે.23 જૂન 2024 રવિવારનાં દિવસે 0 થી 5 વર્ષના તમામ બાળકોને નજીકના પોલિયો બુથ ઉપર લઇ જઇ પોતાના બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતા દવે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.