MRC ભાવ નક્કી કરવામાં સત્ય છુપાવાયુ, વીર વિદરકામાં ભાવ વધવાને બદલે ઘટ્યા હોવાથી સોશિયલ મીડિયા પોસ્ટમાંથી તંત્રએનામ જ ગાયબ કરી દીધાનો આરોપમોરબી અપડેટ : વીજ ટ્રાન્સમિશન લાઇનના વળતર મામલે ખેડૂતોના આંદોલન વચ્ચે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોશિયલ મીડિયામાં મૂકવામાં આવેલી એક પોસ્ટને લઈને નવો વિવાદ સર્જાયો છે. ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાએ વહીવટી તંત્ર પર ખેડૂતોને ગુમરાહ કરવાનો અને વાસ્તવિકતા છુપાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.4 ગામનું ટાઇટલ મારી માત્ર 3 ગામની જ વિગત દર્શાવીનેહુલ અમૃતિયાએ વિડિયો સંદેશમાં જાહેર કર્યું છે કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી કે વધુ 4 ગામમાં MRC કમિટીમાં ભાવ નક્કી થયા છે. જોકે જાહેર કરાયેલા પોસ્ટરમાં માત્ર 3 ગામો રાણેકપર, ધીયાવડ અને હોલમઢના જ નામો અને વધેલા ભાવો દર્શાવવામાં આવ્યા હતા. જ્યારે ચોથા ગામનું નામ અને વિગતો છુપાવી દેવામાં આવી હતી.વીરવિદરકા ગામમાં વળતર ઘટ્યું હોવાનો ઘટસ્ફોટ નેહુલ અમૃતિયાએ ખુલાસો કરતા જણાવ્યું કે, વહીવટી તંત્ર દ્વારા જે ચોથા ગામની વિગત છુપાવવામાં આવી છે તે ગામ વીરવિદરકા છે. વીરવિદરકા ગામમાં જૂનો DLVC ભાવ 979 રૂપિયા પ્રતિ ચોરસ મીટર એટલે કે વીઘે આશરે 15.85 લાખ રૂપિયા હતો. જ્યારે નવા MRC કમિટીમાં આ ભાવ ઘટાડીને 772 રૂપિયા પ્રતિ ચોરસ મીટર એટલે કે વીઘે 12.50 લાખ રૂપિયા કરી દેવામાં આવ્યો છે.માત્ર સારું ચિત્ર બતાવી ખેડૂતોને ભ્રમિત ન કરવા અપીલ તેમણે તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જમીનના ભાવ ઘટ્યા હોવાથી કલેક્ટર અને જિલ્લા વહીવટી તંત્રે પોતાની પોસ્ટમાંથી વીરવિદરકા ગામનું નામ જ હટાવી દીધું છે. વહીવટી તંત્ર માત્ર સારું-સારું હાઇલાઇટ કરે છે અને ખેડૂતોને નુકસાન થતું હોય તેવી બાબતો છુપાવી રહ્યું છે, જેનાથી રાજ્યના 56 લાખ ખેડૂતો ગુમરાહ થઈ રહ્યા છે. ખેડૂતોએ પરસેવો પાડીને સાચવેલી જમીન મુદ્દે આવી ગેરમાર્ગે દોરતી પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવા તેમણે માંગ કરી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #FarmerProtest #NehulAmrutiya #MRCCommittee #FarmersRights #GujaratFarmers #TransmissionLine #VirVidarka