મોરબી: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC), મોરબીમાં આગામી તા. 18-10-2025 થી તા. 26-10-2025 સુધી દિવાળીના તહેવાર નિમિત્તે મોરબી માર્કેટિંગ યાર્ડના અનાજ વિભાગમાં રજા જાહેર કરાઈ છે. આ સમયગાળા દરમિયાન હરરાજીનું તમામ કામકાજ બંધ રહેશે.તેમજ જણાવાયુ છે કે તા. 17-10-2025 (શુક્રવાર) ના રોજ સવારના 10:00 વાગ્યા સુધી જ જણસીની ઉતરાઈ કરવા દેવામાં આવશે. અને તા. 18-10-2025 (શનિવાર) ના રોજ ફક્ત પડતર માલની હરરાજી લેવામાં આવશે.ખાસ તા. 18-10-2025 (શનિવાર) થી તા.26-10-2025 (રવિવાર) સુધીના રજાના દિવસોમાં કોઈપણ જણસીની ઉતરાઈ કરવા દેવામાં આવશે નહીં. તા. 27-10-2025 (સોમવાર) ના રોજ હરરાજીનું કામકાજ રાબેતા મુજબ પુનઃ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત તા. 26-10-2025 (રવિવાર) ના રોજ સાંજના 04:00 વાગ્યા પછી જણસીની ઉતરાઈ ચાલુ કરવામાં આવશે. કમિશન એજન્ટોને અપીલ કરાઈ છે કે તેઓ પોતાના ખેડૂતોને આ અંગેની જાણ કરે.