મોરબી : આજે ગુજરાત સરકારે વિકાસની હરણફાળ ભરી રહેલા મોરબી શહેરને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરતા મોરબી શહેર ભાજપે આ જાહેરાતને હરખે વધાવી સાંજે પાંચ વાગ્યે મોરબી નગર દરવાજા ચોકમાં આતશબાજી કરી લોકોના મોં મીઠા કરાવશે.મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરતા મોરબી શહેર ભાજપ દ્વારા આજે સાંજે 5 કલાકે નગર દરવાજાના ચોકમાં ફટાકડા ફોડી, મોં મીઠા કરીને ઉજવણી કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, તમામ હોદ્દેદારો, મંડળના હોદ્દેદારો, નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલરો, કારોબારી સભ્યો તેમજ કાર્યકરો હાજર રહેશે.