કાલિકા પ્લોટમાં જાહેરમાં જુગાર ઉપર દરોડો રૂ. 26,910ની રોકડ જપ્ત મોરબી : મોરબી શહેરના કાલિકા પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી તીનપતિનો જુગાર રમી રહેલ સાત જુગરીઓને રૂપિયા 26,910ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જાણવા મળતી વિગતો મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે કાલિકા પ્લોટ વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા (૧) મુસ્તાકભાઈ હાસમભાઈ ખુરેશી (૨) રજનીકાંતભાઈ પરસોતમભાઈ નિમાવત (૩) અબ્દુલભાઈ ઓસમાણભાઈ ખુરેશી (૪) ઈસ્માઈલભાઈ હુસેનભાઈ ખુરેશી (૫) કાસમભાઈ સીદીકભાઈ ખુરેશી (૬) અહેમદભાઈ નુરમામદભાઈ ખુરેશી અને (૭) હાજીભાઈ મુસાભાઈ ખુરેશીને ઝડપી લઈ રોકડ રૂપિયા 26,910ની રોકડ રકમ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..