દિવાળીના તહેવારોમાં જ એટીએમ બંધ હોવા થી લોકો મુશ્કેલીમાં મુકાયા : બેંકોની અવળચંડાઈ સામે ગ્રાહકોમા ભારે રોષ : તાત્કાલિક પગલા ભરવા લોક માંગ ટંકારા : ટંકારા શહેરમા બેકોના વહીવટ ખાડે ગયો હોય તેવી સ્થિતિ સામે આવી છે. જેમાં એક બેન્ક સિવાયની તમામ બેંકોના એટીએમ દિવાળીના તહેવારોમાં જ બંધ હોવાથી લોકો મુશ્કેલી મુકાયા છે.લતીપર ચોકડીએ ચાર બેન્ક છે. જેમા bob hdfc, દેના બેન્ક SBI બેન્કના એટીએમ ડબલા થઈ ગયા છે. બહારના મજુરો, શિક્ષકો ,વેપારી સહિતના લોકો એટીએમમાં ચાલુ હોવાની આશાએ ધરેથી રોકડા લિધા વગર ખરીદી કરવા આવ્યા હતા.પણ એટીએમ બંધ હોવાથી લોકોની દિવાળીની ખરીદી કર્યા વગર જ ઘરે પરત જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. દિવાળી ટાણે બેન્કના અણધડ વહીવટીને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.જ્યારે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો. બેન્કનુ એક માત્ર એટીએમ બે દિવસ લાજ રાખીને બેઠુ છે.આ એક જ એટીએમ ચાલુ છે.બાકીના એટીએમ બંધ હોવાથી લોકોને ધરમનો ધક્કો ખાવો પડે છે અને અજાણ્યા લોકોને આ વાતની ખબર ન હોવાથી એ લોકો ભારે મુશ્કેલીમાં મુકાય ગયા છે.આ અંગે Bobને પુછતા કેસ પ્રોબેલનું બહાનું રજૂ કર્યું હતું.જ્યારે દેના બેન્ક hdfc બેન્કએ ટેકનિકલ પ્રૉબ્લેમની રાબેતા મુજબની કેસેટ વગાડી હતી.જયારે SBI નો સંપર્ક કરતા તેમણે પણ સવારે કેશ પ્રૉબ્લેમની વ્યથા જણાવી હતો અને bsnl નેટના કારણે થોડી હાલાકી વેઠવી પડે છે બાકી અત્યારે રાબેતા મુજબ ચાલુ થઇ ગયુ છે .ત્યારે હજી દિવાળીના દિવસેથી સળગ 3 દિવસ રજા રહેશે.દિવાળીના તહેવાર ટાણે જ એટી એમ ડબલુ બની જાય લોકોની કફોડી હાલત થઈ જાય છે.દિવાળીના તહેવારમાં જુદાજુદા તમામ વર્ગના લોકો ખરીદી કરવા ટંકારા શહેરમાં આવે છે.જોકે બેકમાં પૈસા જમા પડ્યા છે અને દિવાળીમાં ખરીદી માટે ઘરેથી પૈસા લેવાની જરૂર નથી એમ માનીને લોકો ખરીદી કરવા આવે છે.પણ એટીએમ પાસે આવ્યા પછી ખબર પડે છે કે એટીએમ જ બંધ છે.તેથી લોકોને દિવાળીની ખરીદી કર્યા વિના જ પરત ઘરે જવું પડે છે.આથી લોકોમાં બેન્કોની મનમાની સામે ભારે રોષ જાગ્યો છે અને અણધડ વહીવટ કરનાર બેન્કો સામે પગલાં લેવાની લોકોમાં માંગ ઉઠી છે.