મોરબી : મોરબીના માર્કેટ યાર્ડના અનાજ વિભાગમાં આગામી તા. 2થી 8 સુધી દિવાળીની રજા રહેશે. દિવાળીના તહેવાર નીમીતે મોરબીના માર્કેટ યાર્ડના અનાજ વિભાગમાં તા. 2થી 8 નવેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવે છે. તા. 9 ને મંગળવાર લાભપાંચમથી હરરાજીનું કામ-કાજ શરૂ કરવામાં આવશે. તા. 1 ને સોમવારના રોજ સવારના 6 વાગ્યા સુધી જ માલ ઉતરાઈ થશે, ત્યારબાદ કોઈ ખેડૂતોએ માલ લઈને આવવું નહી. તા. 8 ને સોમવારે સવારથી માલની આવક આવવા દેવામાં આવશે. તેની જનરલ કમીશન એજન્ટ, વેપારી અને ખેડૂતોએ નોંધ લેવા ઇન્ચાર્જ સેક્રેટરી, ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ મોરબીની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..