કારોબારી ચેરમેન તરીકે ગૌરીબેન રસિકભાઈ દેત્રોજા, શાસક પક્ષના નેતા તરીકે પાયલબેન હિરેનભાઈ ઘોડાસરા, દંડક તરીકે મનુબેન ભાવેશભાઈ મૂંધવાની વરણી ટંકારા: ટંકારા તાલુકા પંચાયતમાં નવા હોદ્દેદારોની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પદ માટે નામોની જાહેરાત કરી દેવામાં આવતા સ્થાનિક રાજકારણમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ નવી નિમણૂક અંતર્ગત ટંકારા તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે દિવ્યેશ પરષોત્તમ નમેરાની વરણી કરવામાં આવી છે. જ્યારે તેમની સાથે ઉપપ્રમુખ પદની મહત્વની જવાબદારી ઉર્મિલાબા કૃષ્ણસિંહ જાડેજાને સોંપવામાં આવી છે. આ બંને આગેવાનો હવે પંચાયતનું સુકાન સંભાળશે. આ બે મુખ્ય પદો ઉપરાંત પંચાયતના અન્ય મહત્વના હોદ્દા પર પણ નિમણૂક સંપન્ન થઈ છે. જેમાં તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે ગૌરીબેન રસિકભાઈ દેત્રોજાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે શાસક પક્ષના નેતા તરીકે પાયલબેન હિરેનભાઈ ઘોડાસરા અને દંડક તરીકે મનુબેન ભાવેશભાઈ મૂંધવાની વરણી કરવામાં આવી છે. ટંકારા તાલુકા પંચાયતની આ નવી ટીમ જાહેર થતા જ તેમના સમર્થકો અને આગેવાનોમાં ખુશીનો માહોલ છવાયો છે. નવા વરાયેલા આ તમામ હોદ્દેદારોને તેમના કાર્યકરો દ્વારા નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.#Tankara #MorbiUpdate #TankaraTalukaPanchayat #MorbiNews #GujaratNews #LocalNews #Panchayat