મોરબી : સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના દિવ્યરાજસિંહ એમ. રાણાની યુનિવર્સીટી નેશનલ હોકી ટીમમાં પસંદગી થતા જેઓ જયપુર (રાજસ્થાન) મુકામે યુનિવર્સિટી ટીમનો અહમ હિસ્સો બન્યા હતા. આ સુવર્ણ સિદ્ધિને ધ્યાને લઈ ચાલુ વર્ષનો રાજ્ય કક્ષા મહારાણા પ્રતાપ એવોર્ડ (MPSS સંસ્થા રાજકોટ હેમુ ગઢવી હોલ દ્વારા) પ્રદીપસિંહજી વાઘેલા (પૂર્વ પ્રદેશ મહામંત્રી , ભારતીય જનતા પાર્ટી)ના હસ્તે ખેલ જગતમાં મોરબીના મુકુટ સમા દિવ્યરાજસિંહ રાણાને એનાયત કરવામાં આવ્યો હતો. આ ગૌરવમય ક્ષણના સાક્ષી બની ક્ષત્રિય સમાજ અને મોરબી શહેર મહિલા મોરચા, ઉપપ્રમુખ તેમના પત્ની આરતીબા રાણાએ અંતઃ કરણથી બિરદાવી હતી.