શ્રેષ્ઠ કર્મચારીઓ/સ્વરોજગાર દિવ્યાંગ વ્યક્તિ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતા અને દિવ્યાંગ વ્યક્તિઓ માટેના પ્લેસમેંન્ટ ઓફિસરને મળશે પારિતોષિક મોરબી : રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેંન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓ; દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ/નોકરાદાતાઓ; પ્લેસમેનટ ઓફિસરો અથવા સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓએ નિયત નમુનામાં ફોર્મ ભરીને, જરુરી આધારો સાથે, બે નકલમાં તા. ૨૧/૦૧/૨૦૨૧ સુધીમા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન રુમ નં. ૨૧૪, બીજો માળ, સો-ઓરડી વિસ્તાર, મોરબીને રુબરુ અથવા ટપાલથી મોકલવાની રહેશે. જરુરી ફોર્મ વેબસાઇટ www.employment.gujarat.gov.in પરથી મેળવી શકાશે અથવા રોજગાર વિનિમય કચેરી, મોરબી ખાતેથી તા. ૨૧/૧૨/૨૦૨૧ સુધીમાં કામકાજના દિવસો દરમિયાન વિનામુલ્યે મળી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી બી.ડી. જોબનપુત્રાની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..