મોરબી : સ્વામિનારાયણ ભગવાન અસીમ કૃપાથી તથા તેમની હજુર સેવામાં રહેલા એવા સદ્દગુરુ શ્રી ધ્યાનિ સ્વામિજીની દિવ્ય પ્રેરણાથી આજે શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ મોરબી દ્વારા તા. 17-2-2025ને સોમવારના રોજ સવારે 10 થી 12 દરમ્યાન શ્રીજી પેલેસ, મનસુખ ભાઇ પટેલના નિવાસ સ્થાને, નવા બસ સ્ટેન્ડ સામે, મોરબી ખાતે ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ભગવાન સ્વામિનારાયણે આજથી 204 વર્ષ પૂર્વે એટલે કે સંવત 1877માં લોયાના દરબાર શ્રી સુરા ખાચરના પ્રેમને વશ થઈ અને 2-2 માસ સુધી સ્વયં શાકનો વઘાર કરીને સર્વે સંતો - ભક્તોને જમાડ્યા હતા. તો આ દિવ્ય લીલાને અનુસંધાને દર વર્ષે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ શાકોત્સવમાં સ્વામિનારાયણ મુળ સંપ્રદાયના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ કણભાથી સદ્દગુરુ સાહિત્યાચાર્ય શ્રી સત્સંગભૂષણદાસજી સ્વામિજી સંત મંડળ સાથે પધારી, પોતાના વરદ હસ્તે શાકનો દિવ્ય વઘાર કરીને દિવ્ય દર્શન, આશિર્વચન અને મહાપ્રસાદ નો લાભ આપ્યો હતો.આ તકે મોરબીની આજુબાજુના ગામના સર્વે સત્સંગીજનો - ધર્મપ્રેમી જનોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.