વાંકાનેરના ઠીકરીયાળા ગામેં મારામારીના બનાવમાં ચાર સામે ફરિયાદ વાંકાનેર : વાંકાનેરના ઠીકરીયાળા ગામેં દીકરીના છૂટાછેડા બાબતના મનદુઃખનો ખાર રાખી વેવાઈ પર સામાંપક્ષના વેવાઈ સહિત ચાર શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેર પોલીસ મથકેથી પ્રાપ્ત આ બનાવની વિગતો અનુસાર ફરિયાદી માલાભાઇ છનાભાઇ પાંચલ (ઉ.વ. ૫૦ ધંધો મજુરી રહે.નવા જાંબુડીયા તા.જી. મોરબી) એ આરોપીઓ જીવાભાઇ માલાભાઇ ગોહીલ, ભાનુભાઇ માલાભાઇ ગોહીલ, વિજયભાઇ જીવાભાઇ ગોહીલ, સંજયભાઇ ભાનુભાઇ ગોહીલ (રહે. બધા. ઠીકરીયાળા તા. વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૦ ના રોજ સવારના આઠેક વાગ્યે વાંકાનેરના ઠીકરીયાળા ગામેં ફરીયાદીની દીકરીના છુટા છેડા બાબતે ફરીયાદી તથા આરોપીઓ વચ્ચે મનદુખ ચાલતુ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને લાકડાના ધોકાનો ધા પગના સાથળમા મારી ઇજા કરી તથા ફરીયાદીને ઢીકાપાટુનો મુંઢ માર મારી ત્રણેય આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી તથા ચોથા આરોપીએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની ફરિયાદ પરથી પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..