મોરબી : પ્રેમપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી મોરબીમાં આવેલા ગીતાંજલી પાર્ટી પ્લોટ ખાતે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર દ્વારા 22 ડિસેમ્બર ને રવિવારના રોજ દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.રજતજયંતી મહોત્સવની પૂર્વ સંધ્યાના ભાગરૂપે 22 ડિસેમ્બરે દિવ્ય શાકોત્સવનું આયોજન કરાયું છે. જેમાં સવારે 8-30 કલાકે કિર્તન આરાધના અને સવારે 8-30 થી 11-30 સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. સવારે 10 થી 11-30 કલાકે સંતોના આશીર્વાદ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમમાં વિવિધ સંતો પધારશે. આ શાકોત્સવના યજમાન મનુભાઈ પ્રેમજીભાઈ આદ્રોજા (યોગેશભાઈ, વિનુભાઈ) અને સ્વ. લવજીભાઈ પ્રેમજીભાઈ આદ્રોજા (હસ્તે. વિજયભાઈ, વિકાસભાઈ) છે.