મોરબી : મોરબીના શનાળા બાયપાસ રોડ પર દુર્લભ પાર્ટી પ્લોટ પાસે આવેલ એસએમવીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આવતીકાલે તા.8ને બુધવારે સાંજે 6:30 થી 9 દિવ્ય સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુરૂવર્ય પૂ.સ્વામીની વાણીનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ વેળાએ જમણવારની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે.