મોરબી : આગામી તારીખ 22 ડિસેમ્બર ને રવિવારે મોરબીના શનાળા સ્થિત સરસ્વતી શિશુમંદિર ખાતે ભારત વિકાસ પરિષદ મોરબી શાખા, મધુરમ ફાઉન્ડેશન મોરબી તથા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટ વાળા ડો. મેહુલભાઇ આચાર્ય (PHD દર્શનાશાસ્ત્ર અને આયુર્વેદ) દ્વારા સૌ પ્રથમવાર પુત્રેષ્ઠિ યાગ (દિવ્ય સંતાન યજ્ઞ)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દિવ્ય સંતતિ ઇચ્છુક દંપતી કે સંતાન માટે આયોજન કરતા દંપતીઓ આ શિબિરમાં જોડાઇ શકે છે. યજ્ઞમાં બેસવા ઇચ્છુક દંપતીએ વહેલાસર નોંધણી કરાવવી અનિવાર્ય છે. પંદરેક દંપતી માટે આયોજન છે. યજ્ઞમાં ન બેસવા વાળા સિવાય બાકીના દંપતીઓ પણ આ શિબિરમાં નામ નોંધાવી શકે છે. દંપતી સિવાય એકલા આવતા સ્ત્રી કે પુરુષ પણ આ શિબિરના જુદા જુદા સત્ર(શેસન)માં પણ ભાગ લઈ શકશે. આ પ્રકારનું જ્ઞાન મેળવવા ઇચ્છુક તમામ લોકો પણ રજિસ્ટ્રેશન કરાવી કાર્યક્રમમાં નિઃશુલ્ક જોડાઈ શકશે. આખા દિવસના પૂર્ણ કાર્યક્રમમાં પધારેલા લોકો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. બપોરે 1 થી 2-30 વચ્ચે આયુર્વેદાચાર્ય દ્વારા નિદાન ચિકિત્સાનું આયોજન પણ કરાયું છે. જેનો લાભ કોઈ પણ પ્રકારના ગંભીર-હઠીલા રોગથી પીડાતા રોગીઓ નિઃશુલ્ક લઈ શકશે. ભોજન બાદ ગર્ભસંસ્કાર અને શ્રેષ્ઠ સંતતિ માટે ડો. મેહુલભાઇ આચાર્ય માર્ગદર્શન આપશે. ત્યારબાદ પ્રશ્નોત્તરી રહેશે. રજિસ્ટ્રેશન ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે મો.નં. 9426232400 અથવા 9664911182 પર વોટસએપ કરવા પ્રાણજીવનભાઈ કાલરિયા દ્વારા જણાવાયું છે.