દશેરાનું સમૂહ ધ્યાન, સ્વામીજીના પ્રવચનનું જીવંત પ્રસારણ તથા મહાયજ્ઞ યોજાશેવાંકાનેર : આગામી તારીખ 2 ઓક્ટોબર ને ગુરુવારના રોજ દશેરાના પાવન દિવસે હિમાલયન સમર્પણ ધ્યાનયોગ પરિવાર દ્વારા ધ્યાનસ્થલી સિંધાવદર ખાતે ચૈતન્ય મહાયજ્ઞનનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સામૂહિક ધ્યાન, સ્વામીજીના ઓનલાઈન પ્રવચન તથા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.હિમાલયન સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા શિવકૃપાનંદ સ્વામીજી પ્રેરિત હિમાલયન સમર્પણ ધ્યાનયોગ દ્વારા જુદા જુદા દેશોમાં ધ્યાનસ્થલી નિર્માણ પામેલ છે. જ્યાં સ્થિત ગુરુશક્તિધામમાં મંગલમૂર્તિના સાનિધ્યમાં લોકો ધ્યાનનો લાભ લે છે. આવી જ રીતે મોરબી નજીક વાંકાનેરના સિંધાવદર ગામ પાસે ધ્યાનસ્થલી આવેલ છે. આ ધ્યાનસ્થલીમાં હાલ સ્થાયી ગુરુશક્તિધામનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. ત્યારે આ ગુરુશક્તિધામના નિર્માણકાર્યને વેગ મળે તે હેતુથી 2 ઓક્ટોબર ને ગુરુવારે દશેરાના પાવન દિવસે સિંધાવદર ખાતે સાંજે 3 થી 5 વાગ્યા દરમિયાન ચૈતન્ય મહાયજ્ઞનું આયોજન કરાયું છે. આ મહાયજ્ઞમાં તમામ ભાવિકો લાભ લઈ શકશે. જ્યાં વિશિષ્ટ કુંડ, વિશ્વામિત્ર કુંડ, અત્રિ કુંડ, ભારદ્વાજ કુંડ જેવી વિવિધ શ્રેણી છે. સવારે 10 થી 11 દશેરાનું સમૂહ ધ્યાન, 11 થી 12 નાગપુરથી સ્વામીજીના પ્રવચનનું જીવંત પ્રસારણ તથા બપોરે 3 થી 5 મહાયજ્ઞ કરવામાં આવશે. જે લોકોને યજ્ઞમાં બેસવું હોય તેમણે હાજર રહેવા રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રજિસ્ટ્રેશન માટે મો.નં. 9429044180 પર સંપર્ક કરવા જણાવાયું છે. તો આ કાર્યક્રમનો લાભ લેવા સૌને સૌરાષ્ટ્ર ઝોન આચાર્ય સંકુલ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.