જેતપર પીપળી રોડ ઉપર આવગમનમાં અંતરાય ઉભો થતા હેરાનગતિમોરબી : મોરબી - જેતપર પીપળી રોડ ઉપર ભારે વરસાદને કારણે રંગપર નજીક ડાયવર્ઝન ધોવાઈ જતા વાહનવ્યવહારને માઠી અસર પડી છે, હાલના મુખ્ય રોડ ઉપર વાહનવ્યવહાર ઠપ્પ થઈ જતા અસંખ્ય વાહન ચાલકો અને ઉદ્યોગકારો હેરાન પરેશાન થયા છે.પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં મોરબી જેતપર રોડ ફોરલેન બનાવવાનું કામ ચાલુ છે ત્યારે બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે રંગપર નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાઈ જતા આ માર્ગ ઉપર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે, દરરોજ હજારો વાહનો અહીંથી પસાર થતા હોય ત્યારે ડાયવર્ઝન ધોવાઈ જતા હાલમાં ઉદ્યોગકારો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.