ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવનાર વ્યક્તિ વિરુદ્ધ એ ડિવિઝનમાં ફરિયાદ મોરબી : મોરબી જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ અને ગૌસેવક યુવાનના સોશિયલ મીડિયા આઈડી ઉપર ફેક આઈડી મારફતે ગાલી ગલોચ ભર્યા મેસેજ કરવામાં આવતા આ મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અને ગૌરક્ષક તરીકે ગૌ સેવાની કામગીરી કરતા ચેતનભાઇ ચંદ્રકાંતભાઇ પાટડીયા, રહે. સોનીબજાર, વેરાઇ શેરી, દરબારગઢ રોડ, મોરબી વાળાના મોબાઈલ ફોનમાં ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ઉપર dipikajoshi1524 નામની ફેક આઇડી બનાવનાર તથા તપાસમાં ખુલે તે આરોપીઓ દ્વારા ગત તા.22 ના રોજ બીભત્સ તથા ગંદી ગાળો મોકલવામાં આવી હતી. આ મામલે ફરિયાદી ચેતનભાઈએ વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ અને અન્યને જાણ કરવાની સાથે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ ના કાયદાની કલમ ૬૬(સી) મુજબ ઇન્સ્ટાગ્રામ આઈડી dipikajoshi1524 બનાવનાર વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.