હળવદ : આજરોજ હળવદ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. મતદારો મતદાન કરવા ઉત્સુકતા દાખવી રહ્યા છે. ત્યારે હળવદના જુદા જુદા મતદાન મથકની મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ મુલાકાત લીધી હતી અને મતદાન મથક પર મતદારો શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરે તે પ્રકારની વ્યવસ્થા અંગે નિરીક્ષણ કર્યું હતું.