મોરબીના ધરમપુર ગામે થતા આડેધડ બ્લાસ્ટ અટકાવવા માંગ મોરબી : મોરબી તાલુકાના ધરમપુર ગામે સ્ટોન ક્રશરમાં આડેધડ થતા બ્લાસ્ટ મામલે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી બ્લાસ્ટ બંધ કરાવવા માંગ ઉઠાવી છે. જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી મોરબીના ધરમપુર ગામે આવેલ ખાનગી સ્ટોન ક્રશરમાં કાળા પથ્થર કાઢવા આડેધડ બ્લાસ્ટ કરવામાં આવતા હોવાથી અહીં વસવાટ કરતા લોકોના મકાનમાં તિરાડો પડી ગઈ છે અને લોકોને જીવવું મુશ્કેલ બન્યું હોય તાકીદે બ્લાસ્ટિંગ બંધ કરાવવા માંગ ઉઠાવી છે.