ટીમ્બડી ગામે દોડી જઈ પાણી પુરવઠા વિભાગના અધિકારીને આડે હાથ લીધા મોરબી : છેલ્લા અઠવાડિયા જેટલા સમયગાળાથી મોરબીના મહેન્દ્રનગર, ટીમ્બડી, પીપળી અને ઘુંટું સહિતના ગામોમાં સર્જાયેલ પાણીના પ્રશ્નનો ઉકેલ ન આવતા આજે જિલ્લા પંચાયત પ્રમુખ અને ભાજપ અગ્રણી ટીમ્બડી ગામે આવેલા પાણીના સંપ ખાતે દોડી ગયા હતા અને અધિકારીઓને આડે હાથ લઈ ગ્રામ્ય પ્રજાના પાણી પ્રશ્નનો તાકીદે ઉકેલ કરવા કડક સૂચના આપી હતી. મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના પ્રતિનિધિ અને ભાજપ અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલાના જણાવ્યા મુજબ ટીમ્બડી ગામે બાપપાસ રોડ ઉપર આવેલ પાણીના સંપમાંથી મોરબીના મહેન્દ્રનગર, ટીમ્બડી, પીપળી અને ઘુંટું સહિતના ગામોમાં પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ આ ગામોમાં પાણીની સમસ્યા ઉભી થઇ હોવાની ફરિયાદ મળતા તેઓ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા સાથે ટીમ્બડી ગામે પાણીના સંપના અધિકારીઓને રજુઆત કરી હતી. તેમજ આ ગામોમાં પાણીની સમસ્યા હલ કરવાની સૂચના આપી હતી. સાથોસાથ તેમણે અધિકારીઓની બેદરકારી કોઈપણ સંજોગોમાં ચલાવી નહિ લેવાઈ તેવું સ્પષ્ટ પણે જણાવ્યું હતું. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..