મોરબી: મોરબી શહેરના ઐતિહાસિક ઝૂલતા પુલની નજીક આવેલ મહેન્દ્ર ડ્રાઇવ રોડ પરની રેલિંગ તૂટી ગઈ હોવા અંગે મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દમયંતીબેન નિરંજનીએ મોરબી મ્યુનિસિપલ કમિશનર, મોરબી મહાનગરપાલિકાને આ અંગે લેખિતમાં રજૂઆત કરી ધ્યાન દોર્યું છે. રજૂઆતમાં જણાવાયું છે કે, દરબારગઢ તરફથી આવતા મહેન્દ્ર ડ્રાઇવ રોડ પર રાજાશાહી સમયની જૂની ગ્રીન રેલિંગ તૂટી ગયેલી હાલતમાં છે. આ તૂટેલી રેલિંગને કારણે સ્થાનિકો તેમજ મુલાકાતીઓ સાથે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હોવાનો ભય વ્યક્ત કરાયો છે. તંત્ર વહેલી તકે આ રેલિંગનું સમારકામ અને નિરાકરણ કરવા અપીલ કરવામાં આવી છે.