મોરબી : ખેલ મહાકુંભ ૨૦૨૫-૨૬માં મોરબી જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓ કે જેમણે હજુ સુધી રોકડ પુરસ્કાર મેળવવા માટેના ફોર્મ જમા કરાવ્યા નથી, તેમના માટે અગત્યની સૂચના જાહેર કરવામાં આવી છે. આ તમામ ખેલાડીઓએ આગામી ૯ માર્ચ સુધીમાં પોતાના ફોર્મ જમા કરાવવાના રહેશે.જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવ્યા અનુસાર, નિયત સમયમર્યાદામાં આવેલી અરજીઓને જ ધ્યાનમાં લેવામાં આવશે. સમયમર્યાદા પૂર્ણ થયા બાદ રોકડ પુરસ્કાર બાબતે કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં. આથી તમામ શાળાઓ, આચાર્યો, શિક્ષકો અને ખેલાડીઓએ આ બાબતની ખાસ નોંધ લેવા જણાવાયું છે.ફોર્મ જમા કરાવવાની અગત્યની વિગતોછેલ્લી તારીખ: ૦૯-૦૩-૨૦૨૬સમય: સાંજે ૬:૦૦ કલાક સુધીસ્થળ: જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-મોરબી, ઓમ શાંતિ પ્રિ-સ્કૂલની સામે, સુર્યકીર્તિ-૧, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-૨.#Morbi #MorbiUpdate #MorbiNews #KhelMahakumbh #SportsNews #Gujarat #LocalNews