મોરબી: સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારી તેમજ સમગ્ર શિક્ષા કચેરી મોરબી દ્વારા તા. 23/12/2025 ને મંગળવારના રોજ જિલ્લા કક્ષાની સ્કીલ કોમ્પિટિશન (કૌશલ્યોત્સવ)-2025-26નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત જિલ્લા શિક્ષણાધિકારી, EI, ITI ઇન્સ્ટ્રક્ટર, સ્કીલ નિષ્ણાતો અને સમગ્ર શિક્ષાની ટીમના સભ્યોની ઉપસ્થિતિમાં થઈ હતી. આ કૌશલ્યોત્સવમાં જિલ્લાની વોકેશનલ શાળાઓમાંથી શાળા કક્ષાએ પ્રથમ વિજેતા બનેલા સ્પર્ધકો/જૂથોએ તેમના વિજેતા મોડેલ/પ્રોજેક્ટ અને ટ્રેનર સાથે ભાગ લીધો હતો.જિલ્લા શિક્ષણાધિકારીએ આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓને કૌશલ્ય વિકાસ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા અંગે ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારબાદ, સ્પર્ધકોએ તેમના પ્રોજેક્ટોનું પ્રદર્શન કર્યું હતું. નિર્ણાયકોની પેનલ દ્વારા તમામ પ્રોજેક્ટોનું મૂલ્યાંકન કરીને જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા ટીમોની પસંદગી કરવામાં આવી હતી અને પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તમામ વિજેતા સ્પર્ધકોને ઈનામ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને પણ પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઈનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રીતે, મોરબી જિલ્લાનો કૌશલ્યોત્સવ સફળતાપૂર્વક પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.