જાણીતા મોટીવેશનલ સ્પીકર તથા કટાર લેખક જય વસાવડા દ્વારા અપાયું માર્ગદર્શન મોરબી : મોરબી જિલ્લામાં જાણીતા મોટીવેશનલ સ્પીકર તથા કટાર લેખક જય વસાવડાની અધ્યક્ષતામાં રમત ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ યુવક સેવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી દ્વારા અનુસુચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક યુવતિઓ માટે એક શિબિરનું આયોજન યુ.એન.મેહતા આર્ટ્સ કોલેજમાં કરવામા આવેલ હતું. આ શિબિરમાં જય વસાવડા દ્વારા યુવક તથા યુવતિઓને નેતૃત્વ વિશે માર્ગદર્શન આપવામા આવેલ હતું. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, જિલ્લા રમત ગમત અધિકારી પ્રવિનાબેન પાંડવદરા, કિશોરભાઇ શૂક્લા, કેતનભાઈ દફતરી, રજનીભાઈ મેહતા, દંગી, જોષી, દિલિપભાઇ વગેરે હાજર રહ્યા હતા. જેમા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ આપવામા આવ્યા હતા. આ શિબિરમાં લગભગ ૨૦૦ વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. એમ મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસની એક યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..