ટંકારાના વિરપર સ્થિત નવયુગ સંકુલ ખાતે યોજાશે સ્પર્ધાઓમોરબી : ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમીશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા મહાકુંભ 2025-26 તા. 24-8-2025ના રોજ સવારે 8 કલાકે નવયુગ સંકુલ વિરપર, તા. ટંકારા ખાતે યોજાશે. જેમાં તાલુકાકક્ષાએ યોજાયેલ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્પર્ધકોએ તથા સીધી જિલ્લાકક્ષાએ શરૂ થતી સ્પર્ધા (1) કાવ્ય લેખન (2) ગઝલ શાયરી લેખન (3) લોકવાર્તા (4) દુહા -છંદ-ચોપાઈ (5) સર્જનાત્મક કામગીરી (6) સ્કૂલબેન્ડ (7) ઓરગન (8) કથ્થક (9) શાસ્ત્રીય કંઠય સંગીત (હિન્દુસ્તાની)માં રજિસ્ટ્રેશન કરાવેલ લોકોને સમયસર સ્થળ પર હાજર રહેવા યાદીમાં જણાવ્યું છે.