માળીયા, ટંકારા, વાંકાનેરને હળવદ તાલુકા કક્ષાની ઉજવણી તાલુકા હેડ ક્વાર્ટર ખાતે થશે મોરબી : મોરબી જિલ્લા કક્ષાના 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જિલ્લા હેડ ક્વાર્ટર એટલે મોરબી ખાતે થશે તેમજ તાલુકા કક્ષાની ઉજવણી જે તે તાલુકાના હેડ ક્વાર્ટર ખાતે યોજાશે. મોરબી જિલ્લામાં જિલ્લા કક્ષાના 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી જિલ્લા ના હેડ ક્વાર્ટર ખાતે ઉજવવાનું નકકી કરવામાં આવ્યું છે. કોરોના મહામારીને કારણે છેલ્લા 2 વર્ષથી હેડ ક્વાર્ટર ખાતે ઉજવણી થાય છે ત્યારે આ વર્ષે પણ મોરબી જિલ્લાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હેડ ક્વાર્ટર એટલે મોરબી ખાતે યોજાશે. આ કાર્યક્રમ શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે જેનું ધ્વજવંદન મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે. જ્યારે તાલુકા કક્ષાની ઉજવણી દર વર્ષે જુદા જુદા ગામોમાં કરવામાં આવતી હતી પરંતુ કોરોનાને કારણે તે ઉજવણી જે તે તાલુકાના હેડ ક્વાર્ટર ખાતે જ કરવાનું સરકારના આદેસ અનુસાર મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે ટંકારા, માળીયા મી. વાંકાનેર અને હળવદમાં જે તે હેડ ક્વાર્ટર ખાતે જ ઉજવણી કરવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..