મોરબી : મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા સંચાલિત તાલુકા કક્ષા યુવા ઉત્સવ મોરબી જિલ્લાના તમામ તાલુકામાં જુલાઈ માસમાં યોજાયેલ હતો. જેમાં અંદાજિત 450 થી વધુ સ્પર્ધકોએ 33 સ્પર્ધાઓ જેવી કે લોક નૃત્ય, એક પાત્રિય અભિનય, કાવ્ય લેખન સ્પર્ધા, વકતૃત્વ તેમજ શીઘ્ર વકતૃત્વ સ્પર્ધા, સુહા છંદ ચોપાઈ, લોકગીત, ભજન, લોકવાર્તા, જેવી જુદી જુદી અન્ય સ્પર્ધામાં જુદા જુદા વયજૂથ માં ભાગ લીધેલ હતો. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલ વિદ્યાર્થીઓને આગામી 20 ઓગસ્ટના રોજ સાર્થક વિદ્યાલય મોરબી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પોતાના તાલુકાનું પ્રતિનિધિત્વ કરી ભાગ લેશે. આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા સ્પર્ધકોએ 20 ઓગસ્ટના રોજ સાર્થક વિદ્યાલય મોરબી ખાતે સવારે 8.00 કલાકે રિપોર્ટિંગ કરવાનું રહેશે જેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ દ્વારા જણાવેલ છે.