મોરબીની વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજનમોરબી : આગામી તારીખ 4 જાન્યુઆરી ને રવિવારના રોજ મોરબીમાં જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓ મોરબીની વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે સવારથી યોજાશે. જેમાં સાહિત્ય વિભાગ, કલા વિભાગ, સાંસ્કૃતિક વિભાગની વિવિધ સ્પર્ધાઓ યોજાશે.જેમાં સાહિત્ય વિભાગ હેઠળ વક્તૃત્વ સ્પર્ધા વિભાગ અ અને બ, નિબંધ સ્પર્ધા વિભાગ અ અને બ, દુહા-છંદ-ચોપાઈ અને લોક વાર્તા સ્પર્ધા યોજાશે. જ્યારે કલા વિભાગમાં સર્જનાત્મક કારગીરી વિભાગ અ અને બ, ચિત્રકલા વિભાગ અ અને બ, સાંસ્કૃતિક વિભાગમાં લગ્નગીત સ્પર્ધા વિભાગ અ અને બ, લોકવાદ્ય સંગીત સ્પર્ધા વિભાગ અ અને બ, એક પાત્રિય અભિનય સ્પર્ધા વિભાગ અ અને બ, લોકગીત, ભજન, સમૂહ ગીત (ટીમ-4), લોક નૃત્ય (ટીમ-5) સ્પર્ધાઓ યોજાશે. તમામ સ્પર્ધાઓ વિનય ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાશે. આ સ્પર્ધા માટે તમામ સ્પર્ધકોને સવારે 8 કલાકે સ્થળ પર ઉપસ્થિત રહેવા જણાવાયું છે. 8-45 કલાકે દીપ પ્રાગટ્ય બાદ 9 કલાકે તમામ સ્પર્ધાઓની શરૂઆત થશે.