મોરબી : ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજરોજ વિવિધ જજની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની પણ બદલી કરવામાં આવી છે.મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાજદીપસિંહ દેવધરાની અમદાવાદ પ્રેસિડેન્ટ ઇન્ડસ્ટ્રીયલ કોર્ટમાં બદલી કરવામાં આવી છે. જ્યારે મોરબીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ એડિશનલ સેશન્સ જજ દિલીપકુમાર મહિડાની મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત મોરબીના 2nd એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ એડિશનલ સેશન્સ જજ કમલ પંડ્યાની મોરબીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બદલી કરવામાં આવી છે.