મોરબી : એપેક્ષ બીએડ્ કોલેજ-મોરબીના વિદ્યાર્થી ઝળહળતા પરિણામ સાથે મોરબી જિલ્લામાં પ્રથમ આવેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જુલાઈ-૨૦૨૧માં લેવાયેલ બીએડ્ સેમ-૧ ની પરિક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું હતું. જેમાં મૂળ પીપળીના મોરબીમાં એકાઉન્ટન્ટનો વ્યવસાય કરતા રાજેશભાઈ ભગવાનજીભાઈ જેઠલોજાની પુત્રી જીલ જેઠલોજાએ ૬૨૫ ગુણમાંથી પોતાના અથાગ પરિશ્રમ અને શિક્ષકોના માર્ગદર્શનથી ૬૦૪ ગુણ (૯૬.૬૪%) મેળવી મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમાંક હાંસલ કરીને પોતાના પરિવારનું અને સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું. જે બદલ એપેક્ષ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબીના ટ્રસ્ટી ભરતભાઈ પટેલ, કોમલબેન પટેલ તેમજ કોલેજના સંચાલક રાજેશ ગોસરા અને એપેક્ષ પરિવારે જીલ જેઠલોજાને અભિનંદન પાઠવતા શિક્ષક વ્યવસાયિકમાં જોડાઈને ખરા અર્થમાં રાષ્ટ્રને ઉપયોગી થઈ શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટી નામના મેળવી ઉત્તરોત્તર પ્રગતિ કરવા શુભકામનાઓ પાઠવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..