માળિયા (મિયાણા) : મોરબી જિલ્લાના માળિયા (મિયાણા) તાલુકાના મહેન્દ્રગઢ ગામને એસટી બસની સુવિધા આપવા અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ એસટી ડેપોના નિયામકને લેખિત રજૂઆત કરી છે.મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા પ્રમામે મહેન્દ્રગઢ ગામે એસટી બસની સુવિધાના અભાવના કારણે મહેન્દ્રગઢ ગામના વિદ્યાર્થીઓ, ધંધાર્તીઓ તેમજ ગામ લોકોને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ લોકો સમયસર સ્થળે પહોંચી શકતા નથી. મોરબી-સરવડ વાયા મહેન્દ્રગઢ-સરવડનો ફેરો સવારનો જે ઘણા સમયથી બંધ છે તે ચાલુ કરાવવો અથવા સવારે 8 કલાકના સમયમાં પીપળીયા ચાર રસ્તા તરફનો અન્ય રૂટ સરવડ-મહેન્દ્રગઢ તરફ ચલાવવામાં આવે. મોરબી-માળિયા 3.45 કલાકે ઉપડતો રૂટ ખૂબ જ અનિયમિત સમયે ચાલે છે. જેથી સરવડ અભ્યાસ માટે જતાં મહેન્દ્રગઢના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય તો આ રૂટ સમયસર કરાવવામાં આવે અને રાજકોટ-માળિયા બસ રૂટ વારંવાર કેન્સલ કરાય છે તથા સાંજે ખૂબ મોડી બસ ઉપડે છે રૂટ સમયસર કરાવવામાં આવે તેવી માગ કરાઈ છે.